રાજકોટની મહિલાને કોટડાનાયાણી ગામે કોઈ ઝેરી જીવડું કરડી જતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જયારે હળવદ તાલુકાના દીધડિયા ખાતે મહિલાએ પોતાની મેળે જ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
પ્રથમ બનાવમાં, રાજકોટના વેલનાથપરા શેરી નં.૧૬/૧૮ ખાતે રહેતા પુજાબેન ગોપાલભાઇ માણસુરીયાને ગત તા.૦૧/૧૦/૨૦૨૩નાં રોજ કોટડાનાયાણી ગામે તેમના માતાજીના મઢે ગયેલ હોય જ્યાં તેઓને કોઇ ઝેરી જીવડુ કરડી જતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન ગત તા.૦૨/૧૦/૨૦૨૩ના રોજ મોત નિપજતા ફરજ પરના ડૉ. કાસીત મલોકા દ્વારા તેઓને મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરવામાં આવી છે.
બીજા બનાવમાં, હળવદ તાલુકાના દીધડિયા ખાતે રહેતા નવઘણભાઇ ગોકળભાઇ દલસાણીયાની પત્ની ગીતાબેન નવઘણભાઇ દલસાણીયા પોતાના પતિ બે દિવસથી કામની ઉપાધીમા જમતા ન હોય જેથી જમવાનુ કહેતા તેના પતિ જમતા ન હોય જેથી મનમા લાગી આવતા પોતાની મેળે જ દિઘડીયા ગામે નવઘણભાઇની વાડીએ ગઈકાલે કોઇ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે ફરજ પરના ડોક્ટરે હળવદ પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.