Tuesday, November 19, 2024
HomeGujaratમાળીયા મી.માં ડમ્પરે પદયાત્રીઓને લીધા હડફેટે : એકનું મોત, બે ઈજાગ્રસ્ત

માળીયા મી.માં ડમ્પરે પદયાત્રીઓને લીધા હડફેટે : એકનું મોત, બે ઈજાગ્રસ્ત

માળીયા મી.માં માર્ગ અકસ્માતમાં વધુ એક નિર્દોષની જિંદગી હોમાઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં માતા ના મઢ ચાલી ને જતાં પદયાત્રીઓ ને માળીયા મી. કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામથી આગળ દેવ સોલ્ટ પાસે ડમ્પરે હડફેટે લીધા હતા. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થતા તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે એકનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે માળીયા મી. પોલીસે ગુન્હો નોંધી આરોપીની અટકાયત કરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં સમઢીયાળા ગામે રહેતા મહેશભાઇ ધીરૂભાઇ ઘણાદીયાનાં સગા માતા ના મઢ કચ્છ ખાતે ચાલીને જતાં હોય ત્યારે ગત તા.૦૮/૧૦/૨૦૨૩ ના રાત્રીના સમયે માળીયા મી. કચ્છ નેશનલ હાઇવે રોડ ઉપર હરીપર ગામથી આગળ દેવ સોલ્ટ પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે રણછોડભાઇ પેમાભાઇ માવી (રહે-ગામ-વન,તળવી ફળીયુ તા-રાણાપુર જી-જાંબવા (એમ.પી)) નામના શખ્સે પોતાનું જી.જે.-૧૦-ટી.એકસ.-૪૫૫૯ નામબ્રાનું ડમ્પર પુર ઝડપે અને ગફલતભરી રીતે ચાલાવી આગળ રોડની સાઇડમા ચાલીને જતા પ્રકાશભાઇ, ગોરધનભાઇ તથા જેરામભાઇને હળફેટે લઇ નીચે પાડી દઇ જેરામભાઇને માથાના ભાગે સામાન્ય ઇજા કરી તેમજ સાહેદ ગોરધનભાઇને માથામા તથા છાતીમા તથા હાથમા તથા પગમા નાની મોટી ઇજાઓ કરી જમણા પગમા તેમજ પાસળીના ભાગે ફેકચર જેવી ઇજા કરી તેમજ પ્રકાશભાઇ સવજીભાઇ સારદીયાને માથાના ભાગે ડમ્ફરનુ ટાયર ફેરવી દઇ માંથુ છુદી નાખી ગંભીર ઇજા પહોચાડતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે માળીયા મી. પોલીસે ગુન્હો નોંધી આરોપી રણછોડભાઇ પેમાભાઇ માવીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!