મોરબીની ત્રાજપર ચોકડી ખાતે આવેલ માં ખોડીયાર સેલ્સ એજન્સીમાં કામે રાખેલ આરોપીએ વેપારીની જાણ બહાર તંબાકુના લાખોની કિંમતના અલગ અલગ કાર્ટૂન ની ચોરી કરતા ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના ત્રાજપર રોડ વૃંદાવન પાર્ક સોસાયટી રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા અને ત્રાજપર ચોકડી પાસે આવેલ જય કોમ્પલેક્ષ માં ખોડીયાર સેલ્સ એજન્સીના નામની દુકાન ચલાવતા અલ્પેશભાઈ કાંતિભાઈ ધમસાણીયાની પોતાની ખોડીયાર સેલ્સ એજન્સી નામની દુકાનમા આરોપી જયદિપભાઇ બીપીનભાઇ કાઠીયાને કામે રાખેલ હોય અને આ કામના આરોપીએ ફરીયાદિની દુકાનમાથી ૦૧/૦૪/૨૦૨૩ થી ૦૬/૧૦/૨૦૨૩ સુધીમા તંબાકુના અલગ અલગ કાર્ટુન નંગ-૧૯ કિમત રૂપીયા રૂ. ૯,૫૮,૭૦૦/-ના તંબાકુના કાર્ટુન ફરીયાદિની જાણ બહાર પોતે પોતાની રીતના બારોબાર ચોરી કરી અન્યને વેચી નાખી ગુન્હો કરતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસે સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરાયો છે.