મોરબીમાં ફરી એકવખત માદક પદાર્થ ગાંજાનો જથ્થો પકડાયો છે. મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાનાં લાલપર ગામેથી એક ઈસમને ૧૫૪ ગ્રામ ગાંજાનાં જથ્થા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તલયુક પોલીસે બાતમીનાં આધારે મોરબી તાલુકાના લાલાપર ગામની સીમમાં પ્રિયા ગોલ્ડ કાર ખાનાના મજુરોની ઓરડીમાં રેઇડ કરી કુલદિપ કેશરબક્ષ વર્મા (રહે. હાલ-લાલપર ગામની સીમ, પ્રિયા ગોલ્ડ કારખાનાની મજુરોની ઓરડીમાં, તા.જી.મોરબી મુળ રહે. નવી બજાર, ઉત્તર મહેમુદાબાદ, જી .સીતાપુર, ઉત્તરપ્રદેશ, ગામ. લાલપર, તા. મોરબી,જી. મોરબી.) નામના શખ્સે ગેર કાયદેસર પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં અલગ અલગ બે પ્લાસ્ટીકની કોથળીમા છુપાળેલ રૂ.૧૫૪૦/-ની કિંમતનો ૧૫૪ ગ્રામ ગાંજો તથા રૂ.૭,૦૦૦/-ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂ.૮,૫૪૦/- નો મુદામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી છે.