Monday, November 18, 2024
HomeGujaratવાંકાનેરમાં જુની અદાવતમાં યુવક પર હુમલો : કારમાં પહોંચાડ્યું નુકશાન

વાંકાનેરમાં જુની અદાવતમાં યુવક પર હુમલો : કારમાં પહોંચાડ્યું નુકશાન

વાંકાનેરમાં અસામાજિક તત્વોનાં આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જૂની અદાવતમાં ઈસમોએ એક યુવકની કાર આગળ મોટરસાઈકલ નાખી કાર રોકવી કાર પર પથ્થરમારો કર્યો હતો. અને યુવક કારમાંથી બહાર નીકળતા તેના પર છ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. જે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, રાજકોટમાં કોઠારીયા રોડ હુડકો કવાર્ટર-સી પાછળ મણીનગર સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વેપાર કરતા લાલાભાઇ રામભાઇ વરૂ નામના યુવકના ભાણેજને બે દિવસ પહેલા આરોપી મેહુલ સરવૈયા સાથે બોલાચાલી ઝઘડો થયેલ હોઇ તેનું મનદુઃખ રાખી ફરીયાદી લાલાભાઇ પોતાની કાર લઇને જતા હતા. તે દરમ્યાન અજાણ્યા મોટર સાયકલ ચાલકે મોટર સાયકલ રસ્તામાં આડુ કરી ફરીયાદીની કાર રોકાવેલ અને આરોપી મેહુલ સરવૈયાએ રોડ પરથી આવી ફરીયાદીની કાર પર પથ્થરનો ઘા કરી ફરીયાદીની કારનો કાચ તોડી ફરીયાદીને માથામાં ઇજા પહોચાડેલ અને મોટરસાઈકલ ચાલક તથા આરોપી મેહુલ બંને જણાએ ભેગા મળી ફરીયાદીની ગાડી પર પથ્થરના ઘા કરી કારને નુકશાન કરેલ અને ફરીયાદી ગાડીની બહાર નીકળેલ બાદ થોડી વારમાં આરોપી દિનેશ સરવૈયા તથા બીજા ત્રણ ઇસમો મોટર સાયકલ લઇને લોખંડના પાઇપ લઇને આવેલ અને આરોપી મેહુલ તથા દિનેશ બંને જણાએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને આડેધળ શરીરે પાઇપના ઘા મારવા લાગેલ અને આરોપી દિનેશે ફરીયાદીને માથામાં લોખંડના પાઇપનો ઘા મારેલ તેમજ આરોપી મેહુલે ડાબા હાથમાં લોખંડના પાઇપના ઘા મારેલ અને સાથેના અજાણ્યા ઇસમોએ ફરીયાદીને ઢીકા પાટુનો મારેલ હોઇ આરોપીઓએ ગુનામાં એકબીજાની મદદગારી કરી ફરીયાદીને માથામાં તથા જમણા હાથમાં ગંભીર ઇજા તેમજ શરીરે ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા તેમજ ડાબા હાથમાં ફેક્ચર જેવી ગંભીર ઇજા પહોંચાડી તેમજ ફરીયાદીની ફોરવ્હીલ કારમાં નુકશાન પહોંચાડતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!