હળવદ તાલુકાના રણજીતગઢ પાટિયા પાસે ગઈકાલે વહેલી સવારે એરંડા ઓઇલ ભરેલા ટેન્કરના ચાલકે ગાયને બચાવવા જતા ટેન્કર રોડ પર નાળાની પાળી સાથે ભટકાઇ જતા ટેન્કરમાં આગ લાગી હતી. તેમજ ટેન્કરે પલ્ટી મારી હતી. જેને લઈ સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, ગાંધીગ્રામમાં ગળપાદર ખાતે રહેતા લખુભાઇ ગોવિંદભાઇ વિરડાનો GJ-12-BT-3578 નંબરનો ટ્રક-ટેન્કર લઈ ગઈકાલે વહેલી સવારે ટેન્કરનો ચાલક એરંડા ઓઇલ ભરીને જતો હતો. ત્યારે રોડ પર ગાય આડી ઉતરતા તેને બચાવવા જતા ટ્રક-ટેન્કર રોડ પર નાળાની પાળી સાથે ભટકાઇ જતા ટ્રકમા આગ લાગતા ટ્રક-ટેન્કર ટ્રાયર ફુટી જતા ટ્રક-ટેન્કર પલટી મારી જતા ટ્રકમા ભરેલ એરંડા ઓઇલ ઘણુખરૂ ઢોળાઇ જતા તેમજ ટ્રક-ટેન્કર મોટા પ્રમાણમાં નુકસાન થતા સમગ્ર મામલે લખુભાઇ ગોવિંદભાઇ વિરડા દ્વારા હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.