મોરબીમાં આપઘાતના બનાવો દિન પ્રતિદિન વધતા જય રહ્યા છે. ત્યારે ગઈકાલે વધુ એક આપઘાતનો બનાવ મારૂતી પ્લાસ્ટીકના કારખાનાના લેબર કવાટરસ્મા બન્યો છે. જેમાં એક યુવતીએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં મારૂતી પ્લાસ્ટીક કારખાનામા જીવાપર (આમરણ) ખાતે રહેતી મંગલીબેન જાલમભાઇ આમલીયાર નામની યુવતીએ ગઈકાલે મારૂતી પ્લાસ્ટીકના કારખાનાના લેબર કવાટરસ્મા કોઇ કારણસર ગળે ફાસો ખાઇ લેતા તેને તાત્કાલિક ૧૦૮ મારફત મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવતીને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.