હળવદમાં અસામાજિક તત્ત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં છ ઈસમોએ પરણિતાને તેના પતી સાથે છુટુ કરવાની બાબતે બોલાચાલી કરી પરણિતા તથા તેના પતિને ઢોર માર માર્યો હતો. તેમજ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી અનુસાર, હળવદનાં ભવાનીનગર ઢોરો ખાતે રહેતી જયાબેન હરેશભાઇ તુવરીયા નામની પરણિતાને કેસાભાઇ બબાભાઇ કોરી, સીતાબેન કેસાભાઇ કોરી, જીતુ કેસાભાઇ કોરી, સુનિલ કેસાભાઇ કોરી, ભાવેશ કેસાભાઇ કોરી (રહે-બધા-હાલ-હળવદ ભવાનીનગર ઢોરો લાંબી ડેરી ઝુપડામા પાટા પાસે રહે-હાલ હનુમાન મઢી શેરી નં-૯ રાજકોટ) તથા શાંતિલાલ (રહે-હાલ ધ્રાગધ્રા મોચીવાડ વાઘરીવાસ ધ્રાગધ્રા) નામના શખ્સોએ તેના પતી સાથે છુટુ કરવાની બાબતે બોલાચાલી કરી ગાળો આપી તેમજ પરણિતા તથા તેના પતિ સાથે બોલાચાલી કરી ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મુઢમાર મારી છરી બતાવી જતા જતા ગાળો આપી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ત્યારે ફરિયાદને પગલે હળવદ પોલીસે કેસાભાઇ, સીતાબેન, જીતુભાઈ, સુનિલભાઈ તથા ભાવેશભાઈની અટકાયત કરી શાંતિલાલને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.