Tuesday, November 19, 2024
HomeGujaratમોરબીમાં વિધર્મી ઈસમે યુવતી સાથે દુષ્કર્મ આચરી માર માર્યો : ધારાસભ્યે કડકમાં...

મોરબીમાં વિધર્મી ઈસમે યુવતી સાથે દુષ્કર્મ આચરી માર માર્યો : ધારાસભ્યે કડકમાં કડક કાર્યવાહી કરવા વચન આપ્યું

મોરબીમાં યુવતી પર વિધર્મી દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હોવાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં નરાધમે યુવતી સાથે દુષ્કર્મ આચરી માર માર્યો હતો. ત્યારે બનાવની જાણ થતા ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ સિવિલ હોસ્પિટલ ખાતે પહોચીને ભોગ બનનારના પરિવારને કડકમાં કડક કાર્યવાહી કરવાની સાંત્વના આપી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીમાં યુવતી સાથે વિધર્મી ઇરફાન સુમરા નામના યુવકે દુષ્કર્મ આચરી માર માર્યો હોવાની એક ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે બનાવમાં યુવતી ઈજાગ્રસ્ત થતા તેને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. તેમજ સમગ્ર મામલે પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને પકડી પાડ્યો છે. તેમજ બનાવની જાણ થતા જ ધારાસભ્ય કાંતિ અમૃતિયા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અને ભોગ બનનારના પરિવારને કડકમાં કડક કાર્યવાહી કરવાની સાંત્વના આપી હતી. તેમજ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારા દ્વારા આવા બનાવો ગોતી પીડિતોને ન્યાય અપાવવા પ્રતનો કરવામાં આવે છે. હાલ સુધી અમારા દ્વારા લગભગ 57 જેટલી દીકરીઓ કે જેઓ લવ જેહાદનો ભોગ બની હતી. તેઓને અમે પાછા લાવ્યા છીએ. અમારા દ્વારા પ્રજાને અપીલ કરવામાં આવે છે. પોલીસ અને સરકાર બંને તમારી સાથે છે. જે પણ કાર્યવાહી કરવાની થશે તે અમે કરશું. અને આવા ઈસમોની ધમકીથી ડરવાની જરૂર નથી. તમારી પાછળ અમારી આખી ટીમ છે. તમે એનો સંપર્ક કરો અમે તમને ન્યાય અપાવશું. તેમ પણ ધારાસભ્ય કાંતિ અમૃતિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!