Tuesday, November 19, 2024
HomeGujaratવર્ષ ૨૦૨૨માં મોરબીમાં દસ્તાના ઘા મારી પત્નીની હત્યા નીપજાવનાર પતિને મોરબી કોર્ટે...

વર્ષ ૨૦૨૨માં મોરબીમાં દસ્તાના ઘા મારી પત્નીની હત્યા નીપજાવનાર પતિને મોરબી કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

મોરબીમાં વર્ષ ૨૦૨૨ માં દસ્તા વડે પત્નીની હત્યા નીપજાવનાર પતિને મોરબી કોડ દ્વારા સજા કરવામાં આવી છે. આરોપી પ્રવીણ મંછારામ કુબાવત ને મોરબી કોટે આજીવન કેદની સજા અને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેના વિરુદ્ધ છ મૌખિક પુરાવા અને ૨૫ દસ્તાવેજી પુરાવાને આધારે મોરબી કોટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના હરીપાર્ક શેરી નં ૪ ખાતે રહેતા ફરિયાદીના માતા ભાવનાબેન ને તેમના પતિ પ્રવીણભાઈ મંછારામ અવાર નવાર ઝઘડો કંકાસ કરી શંકા કુશંકા કરી મારઝૂડ કરી ૧૧/૦૩/૨૦૨૨ ભાવનાબેન ઘરે એકલા હાજર હોય ત્યારે આરોપી પ્રવીણભાઈ મચ્છારામ નિમાવતે લોખંડના દસ્તા વડે ભાવનાબેનના માથામાં દસ્તાના આડેધડ ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી તેમનું મોત નીપજાવી ઘરને તાળું મારી નાસી ગયા હતા જેને લઈને ૧૧/૦૩/૨૦૨૨ ના રોજ ફરિયાદ દાખલ કરાઈ હતી. જે ગુન્હામાં આરોપીને આજરોજ મોરબી એડિશનલ સેશન કોર્ટ દ્વારા આજીવન કેદની સખત સજા અને ૧૦,૦૦૦ રૂપિયા નો દંડ ફટકારવામાં આવ્યો છે જો દંડની રકમ ન ભરે તો એક વર્ષની વધુ સજા ભોગવવાનો હુકમ કોર્ટે દ્વારા કરવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!