વાંકાનેર મોરબી નેશનલ હાઇવે પર માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતી રીક્ષાના ચાલકે રોડની સાઇડમાં ઉભેલા અજાણ્યા ટ્રેક્ટરની ટ્રોલીની પાછળના ભાગે ભટકાડી અકસ્માત સર્જતાં રિક્ષામાં સવાર એક મુસાફરનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં નવાઢુવા રામ મંદીર સામે જીઓ ટાવર પાસે શક્તિભાઇના મકાનમાં રહેતા રણજીતભાઇ રમણલાલ માવીનાં રાધેશ્યામ સીતારામ સુર્યવંશી (રહે. હાલે નવા ઢુવા તાલુકો વાંકાનેર મુળ રહેવાસી કોટડા બહાદુર તાલુકો સીતામુંહ જિલ્લો મંદસૌર મધ્યપ્રદેશ) ગત તા.૦૮/૧૦/૨૦૨૩ ના રોજ સવારના સમયે GJ-36-U-9196 નામબ્રાની રિક્ષામાં બેસી જતા હોય ત્યારે રીક્ષા ચાલકે પોતાના હવાલાની રીક્ષા પુર ઝડપે અને માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફીકરાયથી બેદરકારી ભરી રીતે ચલાવી નીકળી રોડની સાઇડમાં ઉભેલા અજાણ્યા ટ્રેક્ટરની ટ્રોલીની પાછળના ભાગે ભટકાડી વાહન અકસ્માત કરી રીક્ષામાં પેસેન્જર તરીકે રાધેશ્યામ સીતારામ સુર્યવંશીને શરીરે કપાળમાં માથામાં તથા પેડુના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોત નિપજાવી તેમજ પોતે પોતાને શરીરે ઇજાઓ પહોંચાડતા સમગ્ર મામલે રીક્ષા ચાલક વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.