મોરબી તરફથી વાંકાનેર તરફ આવતા નેશનલ હાઇવે રોડ પર વાંકાનેર નવાપરા સામે પેટ્રોલપંપ સામે મોટર સાયકલ પરથી કાબૂ ગુમાવી દેતાં રોડની ડીવાઈડર તેમજ રોડના સાઇડના થાંભલા સાથે અથડાતા મોટરસાઈકલ ચાલકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબી તરફથી વાંકાનેર તરફ આવતા નેશનલ હાઇવે રોડ પર વાંકાનેર નવાપરા સામે પેટ્રોલપંપ સામે વાંકાનેર સિટી સ્ટેશન સામે રહેતા 31 વર્ષિય મેરૂભાઈ મુકેશભાઈ બાંભણીયા પોતાના હવાલાવાળુ GJ-38-AJ-3979 નંબરનુ મોટર સાયકલ પુરઝડપે અને બેફીકરાઈથી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી મોટર સાયકલ પરથી કાબુ ગુમાવી દેતા પડી જતા રોડની ડાબી સાઈડના ડીવાઈડર સાથે તેમજ થાંભલા સાથે ભટકાતા માથાના ભાગે ડાબી બાજુ તેમજ માથાના ભાગે જમણી બાજુ કપાળના ભાગે ગંભીર ઇજા થતા તેમજ ડાબા પગે સાથળના ભાગે ઇજા થતા તેમજ બંને પગે પંજાના ભાગે છોલાયેલની ઇજા થતા અકસ્માંતમાં ગંભીર ઇજા થતાં મૃત્યુ પામ્યા હતાં જેને લઇને તેમના ભાઈ રણજીતભાઈ મુકેશભાઈ બાંભણીયા પોલીસને જાણ કરતા પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .