Friday, November 29, 2024
HomeGujaratલ્યો બોલો ! મોરબીમાં પિતાનું ઘર પચાવવાની પત્નિની જીદથી કંટાળી પતિએ ફિનાઇલ...

લ્યો બોલો ! મોરબીમાં પિતાનું ઘર પચાવવાની પત્નિની જીદથી કંટાળી પતિએ ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો : આરોપી પોલીસ પકડથી દુર

મોરબીના શનાળા રોડ વિસ્તારમાં પત્નીના ત્રાંસથી કંટાળી જઇને યુવાન ફિનાઈલ પી ગયો હોવાની ઘટના સામે આવી છે. જાણવા મળતી વિગતો પ્રમાણે ઘર નામે કરી દેવાની વાતને લઇને પત્ની અવારનવાર ત્રાસ આપતી હોવાના લીધે યુવાને ફિનાઇલ પી જતા તેને સારવારમાં લઇ જવાયો હતો. ત્યારબાદ પોલીસમાં અરજી કરી પત્ની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતા અને વેલ્ડિંગ કામ કરતા 39 વર્ષીય બીપીનભાઈ રસિકભાઈ મહેમદદાવાડીયાના લગ્ન સમાજના રીત રિવાજ મુજબ થયેલ છે. અને તેમની પત્ની અવનીબેને તેના સસરાનું મકાન પોતાને નામે કરી દેવામાં આવે તેમ કહી પતિ બીપીનભાઈ સાથે બોલાચાલી કરી દોઢ મહિના પહેલા રિસામણે ચાલી ગઈ હતી. તેમજ વારંવાર મકાન નામે નહિ કરી દેવામાં આવે તો હું પરત નહિ આવું તેમ કહી પતિને માનસિક ત્રાસ આપતી હોવાથી પત્નીના ત્રાસથી પતિ બીપીનભાઈએ ઘરે પોતા કરવાની ફિનાઈલ પી સૂઈ ગયા હતાં બાદમાં તેઓને મંગલમ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તેમજ ફરિયાદી પતિએ વેલ્ડીંગનું કારખાનું પત્નીના નામે કરી દીધેલ હોવા છતાં હજુ ફરિયાદીના પિતાનું મકાન પોતાના નામે કરી દેવા દબાણ કરતા ફિનાઇલ પી લેતા પત્ની વિરૂદ્ધ મોરબી સિટિ એ ડિવિજન પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!