મોરબી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસી ની આવક થી ઉભરાતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં આવતા દિવાળી ના તહેવારોને લઈને મોરબી માર્કેટયાર્ડ અલગ અલગ રજાના દિવસે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. મોરબી માર્કેટયાર્ડના સત્તાધીશો તેમજ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલ કે આગામી દિવાળી તહેવાર દરમિયાન આવતા વાર તહેવાર, અને જાહેર રજાઓ કારણે જણસીની આવક હરરાજી અને યાર્ડનું કામ કાજ બંધ રહેશે. જેથી યાર્ડમાં આવતા ખેડૂતો વેપારીઓ, જનરલ કમિશન એજન્ટો, તોલાટ, મજૂરો, વાહનમાલિકો સહિતના એ રજાના દિવસે કામ કાજ બંધ રાખવામાં આવશે.
શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-મોરબીના જણાવ્યા અનુસાર, એજન્ટભાઇઓ, વેપારીભાઇઓ તથા ખેડૂતભાઇઓને જણાવવામાં આવ્યું છે કે, આગામી તા.૧૧-૧૧-૨૦૨૩ થી તા. ૧૭–૧૧–૨૦૨૩ સુધી દિવાળીનો તહેવાર હોવાથી મોરબી માર્કેટ યાર્ડમાં અનાજ વિભાગમાં રજા જાહેર કરવામાં આવે છે. તેથી હરરાજીન કામકાજ બંધ રહેશે. જયારે તા.૧૦–૧૧–૨૦૨૩ને શુક્રવારના સવારના ૯-૦૦ કલાક સુધી જ ઉતરાઇ કરવા દેવામાં આવશે. અને તા.૧૧–૧૧–૨૦૨૩ થી તા.૧૬-૧૧-૨૦૨૩ સુધીના રજાના દિવસોમાં કોઇપણ જણસીની ઉતરાઇ કરવા દેવામાં આવશે નહી. તેમજ તા. ૧૭–૧૧–૨૦૨૩ને શુક્રવારના સવારના ૯–૦૦ કલાકથી તમામ જણસીની ઉતરાઇ કરવા દેવામાં આવશે. તા.૧૮–૧૧–૨૦૨૩ ને શનિવાર (લાભપાંચમ) થી દરેક જણસીની હરરાજીનુ કામકાજ રાબેતા મુજબ શરૂ થશે. તેમ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-મોરબી દ્વારા જણાવવામાં આવ્યું હતું.