મોરબીમાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબીના ખરેડા ગામે રહેતા યુવકને તેની માતાએ પરિવારમાં ધ્યાન આપતો ન હોવાનું કહી ઠપકો આપતા પરણિત પુત્રને લાગી આવતા યુવકે કપાસમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબીમાં ખરેડા ગામની સીમ દલસુખભાઇ મનજીભાઇ પટેલની વાડીએ રહેતા સુનીલભાઇ અમરસિંગ માનકર નામના યુવકને ગત તા.૨૮/૧૦/૨૩ તેની માતાએ ઠપકો આપેલ કે તુ પરીવારનુ ધ્યાન દેતો નથી તારા દિકરાને ત્રણ દિવસથી તાવ આવે છે તેમ છતા સારવારમાં લઇ ગયેલ નથી તેમ કહેતા યુવકને લાગી આવતા તેણે ગત તા.૨૮/૧૦/૨૦૨૩ ના રાત્રીના નવેક વાગ્યે પોતાની જાતે કપાસમાં છાંટવાની જંતુનાશક ઝેરી દવા પી જતા ગઈકાલે તેનું મંગલમ હોસ્પીટલમાં ચાલુ સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે ફરજ પરના ડોક્ટરે યુવકને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.