મોરબીમાં નગરપાલીકામાં સુરેન્દ્રનગર એસીબી ટીમ દ્વારા છટકું ગોઠવીને લગ્ન નોંધણી વિભાગમાં કામ કરતા કર્મચારીને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર ,મોરબી નગરપાલીકામાં લગ્ન નોંધણી વિભાગમાં ફરજ બજાવતા સિનિયર ક્લાર્ક મહેન્દ્ર મોહનલાલ ખાખી લગ્ન નોંધણી સંલગ્ન કામગીરી માટે ફરીયાદી પાસેથી ૪૦૦૦ ની લાંચ માંગી હતી જેથી ફરીયાદી એ એસિબી નો સંપર્ક કરતા સુરેન્દ્રનગર એસીબી ટીમે છટકું ગોઠવી મોરબી નગરપાલિકાના લગ્ન નોંધણી વિભાગના કર્મચારી મહેન્દ્ર મોહનલાલ ખાખી ને લાંચ લેતા ઝડપી પાડયો હતો.જેને વધુ કાર્યવાહી અર્થે મોરબી એસીબી કચેરીએ લઇ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.