અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે સરકાર દ્વારા જાહેર રજા જાહેર કરાઇ હતી. તેમ છતાં હળવદની ત્રણ ખાનગી સ્કૂલો દ્વારા શાળા ચાલુ રાખવામાં આવી હતી. જેને આ શાળાઓને નોટિસ પાઠવવામાં આવી છે.
જાહેર રજાના દિવસે વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવીને શાળા ચાલુ રાખનાર હળવદની ત્રણ ખાનગી શાળાઓને નોટિસ હળવદ તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી છે.. હળવદ ની સદભાવના શૈક્ષણિક સંકુલ, સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ અને વિવેકાનંદના વિદ્યાલયને નોટિસ આપી સાત દિવસમાં ખુલાસો તાલુકા શિક્ષણાધિકારી દ્વારા માંગવામાં આવ્યો છે.જાહેર રજાના દિવસે વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવીને શાળા ચાલુ રાખનાર હળવદની ત્રણ ખાનગી શાળાઓને નોટિસ હળવદ તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી છે.. હળવદ ની સદભાવના શૈક્ષણિક સંકુલ, સાંદિપની ઇંગ્લિશ સ્કૂલ અને વિવેકાનંદના વિદ્યાલયને નોટિસ આપી સાત દિવસમાં ખુલાસો તાલુકા શિક્ષણાધિકારી દ્વારા માંગવામાં આવ્યો છે.