વાંકાનેરમાં બેસતા વર્ષના દિવસે એક વ્યક્તિ પર બે રાઉન્ડ ફાયરિંગ તેમજ તલવાર વડે હુમલા ની ઘટના બની હતી જે મામલે હવે વળતી ફરિયાદ નોંધાઈ છે.જેમાં જૂની અદાવતમાં વૃદ્ધ પર ચાર ઈસમોએ લાકડી વડે હુમલો કર્યો હતો અને અપશબ્દો ભાંડી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં વીસીપરા ધમલપર -૦૨ ખાતે રહેતા લાખાભાઇ ગોરાભાઇ બાંભવાને નથુભાઇ ભગાભાઇ ગોલતર (રહે કેરાળા તા. વાંકાનેર)ના સંબંધી સાથે ઝઘડો થયેલ હોય જેનો ખાર રાખી નથુભાઇ તથા તેની સાથે રહેલ ત્રણ અજાણ્યા ઇસમો તેના હવાલા વાળી ફોરવ્હીલ કારમાં આવી નવા વઘાસીયા ગામમાં જવાના ફાટક પાસે ફરીયાદીના મોટરસાઈકલ આગળ ફોરવ્હીલ આડી રાખી મોટરસાઈકલ રોકાવી ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી લાકડી વતી ફરીયાદીને બંને હાથે પગે માર મારી બંને પગમાં તથા ડાબા હાથના ભાગે ફેક્ચર જેવી ગંભીર ઇજાઓ કરી શરીરે મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાયો છે.