નિખિલના પરિવારજનોએ GIDC નજીક આવેલા સંસ્કાર ધામ સ્વામિનારાયણ મંદિરના મહંત પ્રેમ સ્વરૂપ સામે શંકાની સોય તાકી હતી પરંતુ હજુ સુધી એ બાબતે નક્કર કાર્યવાહી કરાઈ નથી : વડાપ્રધાન અને ડીજીપી ને રજુઆત કરી સીબીઆઈ તપાસની માંગ કરી નિખિલ ના હત્યારાઓને સજા અપાવવા માંગ કરાઈ છે.
મોરબીના શનાળા રોડ પર ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા અને સુપરમાર્કેટમાં દરજીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતા પરેશભાઈ ગોરધનભાઇ ધમેચાના 13 વર્ષના માસુમ પુત્ર નિખીલનું ૧૫ – ૧૨ – ૨૦૧૫ ના રોજ તપોવન વિદ્યાલયમાંથી છૂટતી વખતે એક અજાણ્યા ઈસમ દ્વારા બ્લેક એક્ટિવામાં અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણ થયાના ત્રણ દિવસ બાદ તા. ૧૮ ડિસેમ્બર ના રોજ 13 જેટલા છરીના નિર્મમ ઘા ઝીકી હત્યા કરી મૃતદેહને રામઘાટ નજીક કોથળામાંથી મળી આવ્યો હતો જેને આજે પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા છે પરંતુ મોરબી આજે પણ આ ગોઝારી ઘટનાને ભૂલ્યુ નથી ઠેર ઠેર આવેદનપત્ર રેલી અને વિરોધ છતાં આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે જો કે અપહરણ કરી બાદ નરાધમો એ નિખિલ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાનું પણ પીએમ રિપોર્ટમાં અને એફએસએલમાં બહાર આવ્યું હતું આ પ્રકરણમાં પરિવારજનો દ્વારા શનાળા રોડ પર આવેલ સ્વામીનારાયણ સંસ્કાર ધામ ના સંતો વિરુદ્ધ શંકાની સોય તાકી હતી રમ છતાં પાંચ વર્ષ બાદ પણ આજ દિન સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી અને જે તે સમયના રાજકરણના આગેવાનોએ પોતાના રોટલા શેકવા ખોટા આશ્વાસન આપી નિખિલ ના પરિવારજનોની મદદનું નાટક કર્યું હતું
મૃતક માસુમ બાળક નિખિલ ધામેચાના પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અનેક વખત શંકા દર્શાવ્યા છતાં સંસ્કાર ધામ સ્વામિનારાયણ ના સંત પ્રેમ સ્વરૂપ વિરુદ્ધ કપિ તપાસ કરવામાં આવતી નથી હોય સાથે જ સીઆઇડી ક્રાઈમ દ્વારા અમે જે જે શકમંદોની યાદી આપી છે તેમના નાર્કોટેસ્ટ કરી કાનૂની પગલાં ભરવામાં આવે તો સત્ય બહાર આવે તેમ છે જેમાં માસૂમ બાળક મૃતક નિખીલના પરિવારે અગાઉ શનાળા રોડ પર આવેલ સંસ્કારધામ સ્વામિનારાયણ સંસ્થાના સ્વામી પ્રેમ સ્વરૂપ પર શંકાની સોય તાકી હતી જેમા સંસ્કારધામ લેબના મુર્હત વખતે ગૃહમંત્રીની ઉપસ્થિતીમા પણ પરિવાર ના સભ્યો જીઆઈડીસી ખાતે આત્મવિલોપન કરવા માટે પહોચ્યા હતા પરંતુ તેઓને કાર્યક્રમ પુરતા ડીટેઈન કરી બાદ મા છોડી મુક્યા હતા પરંતુ આજદિન સુધી આ સંસ્થાના કોઈ મહંતની નક્કર તપાસ કરવામાં નથી આવી અને સીઆઇડી ને તપાસ સોંપ્યા તેને પણ ચાર વર્ષ થયાં છતાં કોઈ નક્કર પરિણામ મળ્યું નથી અને મૃતક નિખિલના હત્યારા ઓ આજે પાંચ વર્ષ બાદ પણ બેખોફ બજારમાં ઘૂમી રહ્યા છે ત્યારે ચાર વર્ષ બાદ પણ ડીટેકટ રહેલો નિખિલ હત્યાં કાંડ નો ઉકેલ આખરે ક્યારે આવશે તેં કહેવું મુશ્કેલ છે
જો કે આ ચકચારી ઘટના મામલે પરિવારજનો કોર્ટની લડત આપી રહ્યા છે અને આ તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેની રજુઆત ભૂતકાળમાં ડીજીપી, વડાપ્રધાન સહિતને પણ કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં આ હત્યા પાછળ સન્ડોવાયેલ આરોપીઓને છત્તા કરવામાં આવે તેવી માંગ પોલીસ સમક્ષ પરિવારજનો કરી રહ્યા છે ત્યારે શુ ખરેખર કોઈ મોટી સંસ્થાના મહંત આ હત્યા પાછળ સન્ડોવાયેલ છે ? અનેક હત્યા અને ગંભીર ગુનાના ભેદ ઉકેલી કાઢતી સીઆઇડીની ભૂતકાળ ની ટીમ કોની શરમ ભરી હતી ? એ સમજાતું નથી જેના લીધે નિખિલના પરિવારજનો ન્યાય માટે જ્યાં ત્યાં કોર્ટ વકીલ અને કચેરીમાં ભટકી રહ્યા છે ત્યારે નિખિલ ના હત્યારાઓને સજા ક્યારે મળશે એ કહેવું હજુ પણ મુશ્કેલ છે પરંતુ આગામી સમયમાં આ તપાસ સીબીઆઈ નેં સોંપવામાં આવે એ જરૂરી બન્યું છે જો કે આ બનાવ મામલે એ સમયના એસપી જ્યપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી રાજદીપસિંહ ઝાલા,પીઆઈ એન.કે વ્યાસ દ્વારા આરોપીઓનું પગેરું મેળવવા શહેરના તમામ કાળા એક્ટિવા ચેક કર્યા હતા તમામ સીસીટીવી ચેક કર્યા હતા પરંતુ આરોપીઓની કડી મળી ન હતી ત્યારે આ બાદ મોરબી એસપી જયપાલસિંહ રાઠોડ દ્વારા શહેરભરમાં સ્માર્ટ પ્રોજેકટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાડ્યા હતાં જે હજુ પણ મોરબીના ગુના ઉકલેવામાં પોલીસને મહત્વની કડી સાબિત થાય છે પરંતુ આજે પાંચ પાંચ વર્ષ બાદ પણ માસૂમ નિખિલના હત્યારાઓ ક્યારે પકડાશે એ પ્રશ્ન હજુ પણ મોરબી વાસીઓમાં ઘર કરી ગયો છે.