વાંકાનેરમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ઝડપે જતી કારના ચાલકે રાહદારી મહિલાને હડફેટે લેતા મહિલાને સારવારમાં ખસેડવામાં આવી હતી. જેનું સારવાર દરમિયાન મોત નિપજતા મૃતકના પતિ દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં સીંધાવદર ગામે રહેતા ઇસ્માઇલભાઇ અલીભાઇ શેરસીયાના પત્ની ગત તા.૦૬/૧૨/૨૦૨૩ના રોજ સાંજના સમયે ચાલીને વાંકાનેર ચંન્દ્રપુર સી.એન.જી પેટ્રોપંપ પાસેથી રોડ ક્રોસ કરતા હતા તે વખતે જીજે-૩૬-એ.જે-૦૯૦૯ નંબરનાં મહીન્દ્રા કંપનીની થાર ગાડીના ચાલકે પોતાના હવાલા વાળી કાર પુરજડપે અને ગફલત ભરી રીતે ચલાવી મહિલા સાથે ગાડી ભટકાતા મહિલા ફંગોડાઈ પડી જતા તેમને જમણા હાથની કોણીના ભાગે ફેકચર અને જમણા પડખામાં લોહી મરી ગયેલ અને મોઢા ઉપર ડાબી આંખ નીચે છોલાયેલ અને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે ચાલુ સારવાર દરમ્યાન મોત નિપજતા સમગ્ર મામલે મૃતકનાં પતિ દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.