Monday, December 23, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઈસમ પર પાસા હેઠળ...

મોરબી જિલ્લામાં વિવિધ પોલીસ મથકમાં દારૂના ગુન્હામાં સંડોવાયેલ ઈસમ પર પાસા હેઠળ કાર્યવાહી

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ બુટલેગરો ગુજરાતમાં બેફામ બની ગયા છે. જેને લઈ મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી એલ.સી.બી. પી.આઈ. ડી.એમ.ઢોલે પ્રોહીબીશનના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને રજુ કરતા તેમના દ્વારા પ્રોહીબીશનના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ મધ્યસ્થ જેલ વડોદરા હવાલે મોકલાવ આદેશ કરતા ઈસમને જેલ હવાલે કરાયો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી એલ.સી.બી. પી.આઈ. ડી.એમ.ઢોલે મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલતા તેમના દ્વારા હીબીશનના ગુનામાં સંડોવાયેલ વિશાલ મંછારામ ગોંડલીયા (રહે.યજ્ઞપુરુષનગર (ગારીયા) તા. વાંકાનેર જી. મોરબી)નું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની સત્વરે અટકાયત કરવા મોરબી એલ.સી.બી. પોલીસ દ્વારા ટીમ બનાવી વિશાલ મંછારામ ગોંડલીયાને ગઈકાલે તા.૨૨/૧૨/૨૦૨૩ ના રોજ પાસા એકટ તળે મોરબી લીલાપર ચોકડી ખાતેથી પકડી, ડીટેઇન કરી મધ્યસ્થ જેલ, વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!