ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઇના જન્મદિન એટલે કે તારીખ 25 મી ડિસેમ્બરના દિવસને સમગ્ર દેશમાં સુશાસન દિવસ તરીકે ઊજવવામાં આવે છે. ત્યારે મોરબીમાં પણ સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી અને સ્વચ્છતા અભિયાન-૨૦૨૩ હેઠળ મોરબી જિલ્લા કલેક્ટરના હસ્તે મોરબી જિલ્લાની શ્રેષ્ઠ કચેરી તરીકે જિલ્લા પંચાયતને સન્માનિત કરવામાં આવી હતી.
સમગ્ર મોરબી જિલ્લામાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની જાહેર જગ્યાઓ, ધાર્મિક જગ્યાઓ, ઐતિહાસિક જગ્યાઓ તેમજ વિવિધ સ્થળે સ્વચ્છતા અભિયાન થકી સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી હતી. સાથે જિલ્લાની સરકારી કચેરીઓમાં પણ દસ્તાવેજોના વર્ગીકરણ અને વધારાની નકામી વસ્તુઓ-સાધનોના નિકાલ જેવી પ્રવૃતિઓ થકી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે સ્વચ્છતા અભિયાન -૨૦૨૩ અંતર્ગત મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી. જાડેજાના માર્ગ દર્શન હેઠળ સ્વચ્છતા અંગે સારી કામગીરી કરવા બદલ મોરબી જિલ્લા કલેક્ટરના હસ્તે મોરબી જિલ્લાની શ્રેષ્ઠ કચેરી તરીકે જિલ્લા પંચાયતને સન્માનિત કરવામાં આવી હતી.