હળવદના મંગળપુર ગામે એક જ કુટુંબના બે જૂથ વચ્ચે માથાકુટ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં જમીનના વિવાદમાં બંને જૂથ વચ્ચે માથાકુટ થતાં આઠ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી પાંચ વ્યક્તિઓને હળવદ અને ત્રણ ઈજાગ્રસ્તને સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસને બનાવની જાણ થતાં પોલીસે બનાવની વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
હળવદના મંગળપુર ગામે એક જ કુટુંબના બે જુથ વચ્ચે માથાકુટ થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જમીન બાબતે માથાકુટ થઈ હોવાની પ્રાથમિક સામે આવી છે. બંને જૂથ વચ્ચે સામ સામે માથાકુટ થતાં આઠ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે.
રાણાભાઇ રામજીભાઈ કુડેચા, ક્રિષ્નાભાઇ રાણાભાઇ કુડેચા,અનિલભાઈ ઠાકરશીભાઈ કુડેચા ત્રણ લોકોને ઈજા થતા સુરેન્દ્રનગર અને મોરબી રીફર કરવામાં આવ્યા છે.જ્યારે અન્ય ઇજાગ્રસ્ત ડિમ્પલબેન અવચરભાઈ કુડેચા અને અન્ય ચાર જણાને સામાન્ય ઇજા થવા પામી હતી જેથી તેઓને હળવદ સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.બનાવની જાણ થતાં હળવદ પોલીસે ઘટના સ્થળે પહોંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.