હળવદનાં રણમલપુર ગામે એક મહિલાનું નામ લેવાના ખોટા આક્ષેપ મામલે એક આધેડને મહિલાના પતિ તથા તેના ત્રણ દીકરાઓએ ગાડીમાં ધરાર બેસાડી ક્રિકેટના મેદાનમાં લઈ જઈ ગોંધી રાખી ઢોર માર મારતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, હળવદનાં રણમલપુર ગામે રહેતા વાસુદેવભાઈ નાગરભાઈ વરમોરાને છેલ્લા ત્રણેક દિવસથી આરોપીઓ સાથે તકરાર ચાલતી હતી.જેનો ખાર રાખી ગત તા.૨૫/૧૨/૨૦૨૩ ના સવારના સમયે રણમલપુર ગામની વસંતભાઈની પાનની દુકાનની નજીકથી મહિલાના પતિ રાજેશભાઈ જગદિશભાઈ પારેજીયાએ ફરીયાદી વાસુદેવભાઈને પાછળથી પાટુ મારી ધક્કો મારી ગાડીમા નાખી દઈ ગાડીનો દરવાજો બંધ કરી ત્યારબાદ મેહુલ રાજેશભાઈ પારેજીયા, અતુલ રાજેશભાઈ પારેજીયા તથા દિપ દિનેશભાઈ પારેજીયાએ ફરિયાદીને કાળા કલરની ગાડીમાં અપહરણ કરી રણમલપુર ગામની ઘનેરી સીમમાં ક્રિકેટના મેદાનમાં લઈ જઈ ગળામાં મફલર બાંધી દોરડા વડે પગ બાંધી હોકી તથા ધોકા તથા છરી વડે માર મારી બંન્ને હાથે તથા બંન્ને પગે ઈજાઓ પહોંચાડી આરોપીઓ સ્થળ પરથી નાશી જતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.