હળવદમાં માર્ગ અકસ્માતની વાળું એક ઘટના સામે આવી છે. જેમાં હળવદ વિનોબા ગ્રાઉન્ડ પાસે પુરપાટ ઝડપે જતી સુપર કેરી ગાડીના ચાલકે કાવો મારતા મોટરસાઈકલ સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકને માથાના ભાગે ઈજા થયા તેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમમાં મૃતકનાં ભાઈ દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે.
મળતી માહિતી અનુસાર, હળવદનાં શિરોઇ ગામે રહેતા મનોજભાઇ મોહનભાઇ શિહોરના ભાઈ સુરેશભાઇ શિહોર પોતાની GJ-36-N-2114 નંબરની મોટરસાઈકલ લઈ ગત તા.૨૬/૧૨/૨૦૨૩નાં સવારના સમયે હળવદ વિનોબા ગ્રાઉન્ડ પાસેથી પસાર થઇ રહ્યા હોય ત્યારે GJ-36-V-5113 નંબરનાં સુપર કેરી ગાડીના ચાલકે પોતાની સુપર કેરી ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી કાવો મારતા સુરેશભાઇની મોટરસાઈકલ ની સાઇડ કાપવા જતા ઈસમે સુપર કેરી ગાડી મોટરસાઈકલ સાથે ભટકાડી પાડી દઇ યુવકને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા સુરેશભાઇનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે