મોરબીમાં આપઘાત અને અકસ્માતના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ગઈકાલે મોરબીમાં બે અકાળે મોતના બનાવો સામે આવ્યા છે. જેમાં બે મહિલાઓએ અલગ-અલગ સમયે અલગ-અલગ સ્થળે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
પ્રથમ બનાવમાં, મોરબીમાં મહેન્દ્રનગર સોમનાથ સોસાયટી તીરૂપતી હોમસ્ટન એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૪ ખાતે રહેતી ત્રીવેણીબેન ચીરાગભાઈ બાવરવા નામની મહિલાએ ગઈકાલે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેને ચીરાગભાઈ બાવરવા દ્વારા તાત્કાલિક સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, તેમને સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નિપજતા ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમા અકાળે મોતની નોંધ કરાવી હતી. ત્યારે ઉલ્લેખનીય છે કે, મહિલાનો લગ્નગાળો પાંચ વર્ષનો છે અને તેમને એક સંતાન છે.
બીજા બનાવમાં, મોરબીનાં રફાળેશ્વર ગામ મંદીર ક્વાટરમાં રહેતી જાગૃતીબેન ગજાનંદભાઇ જોષી નામની યુવતીએ ગત તા.૨૭/૧૨/૨૩ ના પોતાના ઘરે પિતા સાથે જગડો થતા પોતાની મેળે એસીડ પિ લઈ ગળે ફાંસો ખાઇ લેતા પ્રથમ સારવાર મોરબી સમર્પણ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સાર્થક હોસ્પિટલમા ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન ગત તા. ૨૮/૧૨/૨૦૨૩ ના રોજ મોત નીપજ્યું હતું. જેને લઇ ડો. મોહીત દ્વારા યુવતીને મૃત જાહેર કરવામાં આવી હતી અને સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવવામાં આવી હતી.