વાંકાનેરમાં આપઘાતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં કેમરાન સીરામીક સરતાનપર રોડ પાર રહેતા એક યુવકે અગમ્ય કારણોસર પોતાના રહેણાંક સ્થળે ગળે ફાસો ખાઇ લેતા તેનું મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસે અકાળે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં કેમરાન સીરામીક સરતાનપર રોડ પર રહેતા હેમંતભાઇ કબીરાજભાઇ બળતીયા નામના યુવકે ગઈકાલે રાત્રીના સમયે કેમરાન સીરામીક લેબર ક્વાટર્સમા કોઇ અગમ્ય કારણોસર ગળે ફાસો ખાઇ જતા તેને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો . પરંતુ તેને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોટ નિપજતા ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.