હળવદમાં આપઘાતના પ્રયાસની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પતિએ તેની પત્ની પાસેથી મોબાઈલ લઈ લેતા મહિલાને લાગી આવતા તેણે ખડમાં છાંટવાની બાસાલીન દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરના ઘનશ્યામપુર ગામે બાબુભાઇ કરશનભાઇ રાજપુતની વાડીયે રહેતા મૂળ છોટાઉદેપુરનાં જગનભાઇ નંદુભાઇ નાયકે તેની પત્ની રીનાબેન જગનભાઇ નાયક પાસેથી મોબાઇલ લઇ લેતા સારૂ નહી લાગતા મહિલાએ ગઈકાલે બપોરના સમયે ખડમાં છાંટવાની બાસાલીન દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલાને સમયસર સારવારમાં ખસેડવામાં આવતા તેનો જીવ બચી ગયો હતો.