જર, જમીન અને જોરૂ ત્રણેય કજિયાના છોરું કહેવત સાચી પાડતી એક ઘટના માળીયા મી.નાં મોટી બરાર ગામમાંથી સામે આવી છે. જેમાં જગ્યા બાબલે માથાકૂટ ચાલતી હોય તેવા સમયે મહિલા દ્વારા તે જગ્યા પર બાથરૂમ બનાવતા પાડોશીએ સ્થળ પર આવી માથાકૂટ કરી બે મહિલાઓ પર કુલ ત્રણ ઈસમોએ હુમલો કર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મળતી માહિતી અનુસાર, માળીયા મી.નાં મોટી બરાર ગામ ખાતે રહેતા ભારતીબેન દિપકભાઇ મુન્સીને પોતાના ઘરે જગ્યા બાબતે ભુરાલાલ ખીમજીભાઇ મુછડીયા નામના શખ્સ સાથે વિવાદ ચાલતો હોય અને તે જગ્યા પર ફરિયાદી ભારતીબેન સંડાસ-બાથરૂમ બનાવતા હોય અને સંડાસ બાથરૂમનો પાયો ખોદેલ હોય જે બાબતે ખાર રાખી ભુરાલાલએ પાયો બુરતા હોય જે પાયો બુરવાની ફરિયાદીએ ના પાડતા એક્દમ ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ અપશબ્દો બોલી અને પથ્થરનો ઘા મારી કમરના ભાગે મુંઢ ઇજા કરી ભારતીબેન તથા નિશાબેન આરોપીને સમજાવવા જતા જયાબેન ભુરાલાલ મુછડીયા તથા દક્ષાબેન વિરજીભાઇ મુછડીયાએ ફરિયાદી તથા સાહેદ સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી અને બોલાચાલી કરી તેમજ ફરિયાદી તથા સાહેદોને ભુરાલાલે જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે માળીયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.