Monday, November 18, 2024
HomeGujaratવાંકાનેરની ભાટિયા સોસાયટીમાં સામૂહિક આપઘાતની ઘટના : માતા અને બે પુત્રીએ જિંદગી...

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં સામૂહિક આપઘાતની ઘટના : માતા અને બે પુત્રીએ જિંદગી ટૂંકાવી

વાંકાનેરમાં સામુહિક આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં રહેતા માતા અને બે પુત્રીઓએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ત્યારે બનાવને પગલે બ્રહ્મસમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેમજ સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસે તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટીમાં આજે એક પરિવારનાં ત્રણ સભ્યો મૃત હાલતમાં મળી આવ્યા હતા. બનાવમાં માતા અને બે પુત્રીઓએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે, એક જ પરિવારના ત્રણ સભ્યોના સામૂહિક આપઘાત બાદ લોકોમાં જાતજાતની ચર્ચાઓ ચાલતી હતી. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, અગિયારેક મહિના પૂર્વે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા પુત્રએ નાપાસ થવાની આશંકાએ આપઘાત કર્યા બાદ ગુમસુમ રહેતી માતા મંજુબેન ભરતભાઈ ખાંડેખા તથા બે દીકરીઓ સેજલ ભરતભાઈ ખાંડેખા અને અંજલિ ભરતભાઈ ખાંડેખાએ ગળાફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું છે. માતા અને બે પુત્રીઓની સામુહિક આત્મહત્યાથી સમસ્ત બ્રહ્મસમાજમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. તેમજ વાંકાનેર સીટી પોલીસે સમગ્ર મામલે મૃતદેહોને કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!