વાંકાનેરમાં અસામાજિક તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પાંચ દ્વારકા ગામથી તીથવા ગામ તરફ જતા રસ્તે યુવકે તેની સામેથી આવેલ વાહનના ચાલકને વાહન પાછુ લેવા માટે હાથનો ઈશારો કરતા ઈસમે ઉશ્કેરાઈ જઈ તેના સાથીઓ સાથે મળી યુવકને ગાળો ભાંડી માર મારતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરનાં તીથવા ગામે રહેતા તૌફીકભાઈ અબ્દુલભાઈ ગઢવારા ગત તા.૦૬/૦૧/૨૦૨૪ ના બપોરના સમયે પાંચ દ્વારકા ગામથી તીથવા ગામ તરફ જવાનો નદી વાળા જુના મારગે નાલા પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે તેમના વાહનની સામે ગુલામહુસેન આહમદ ખાનાનું વાહન સામ સામે આવી જતા ફરિયાદીએ વાહન પાછુ લેવા માટે હાથનો ઈશારો કરતા ગુલામહુસેન આહમદ ખાનાએ પોતાના વાહનમાથી નીચે ઉતરી ફરીયાદીને ભુંડા બોલી ગાળો આપતા ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા ગુલામહુસેને અચાનક ઉશ્કેરાઈ જઈ ફરીયાદીને ઢીકા પાટુનો મુઢ માર મારી તેમજ લાકડી ધોકો વડે જમણા હાથના ભાગે તેમજ જમણા પગના ભાગે આડા અવળા માર મારી જમણા હાથે ફેકચર જેવી ગંભીર ઈજા પોહચાડી તેમજ હુસેન આહમદ ખાના, શાકીર ગુલામ તથા રજાક આહમદે ફરીયાદીને ઢીકાપાટુનો મુઢ માર મારતા સમગ્ર મામલે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો છે.