Tuesday, November 19, 2024
HomeGujaratમોરબીમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ ફીરકીઓ સાથે ઈસમ ઝડપાયો

મોરબીમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ ફીરકીઓ સાથે ઈસમ ઝડપાયો

ઉત્તરાયણના તહેવારમાં ચાઇનીઝ દોરીના વપરાશ પર પ્રતિબંધ મૂકાયો છે. છતાં પણ અમુક વેપારીઓ દ્વારા ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાની બાતમી મળતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસે નગર દરવાજા રોડ ઉપર રેઈડ કરી એક ઈસમને ચાઇનીઝ ફીરકીના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હોય ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબીનાં નગર દરવાજા રોડ ઉપર ચાઇનીઝ ફીરકીનું વેચાણ કરવામાં આવે છે. જેને લઈ પોલીસે ચેકીંગ હાથ ધરી સાજીદભાઇ સિદીકભાઇ સરવદીની દુકાને તપાસ કરતા ત્યાંથી પ્રતિબંધીત રૂ.૩૦,૦૦૦/-ની કિંમતની ૬૦ ચાઇનીઝ ફીરકી (માંજો) અંગ્રેજીમા MONO SKY લખેલ મળી આવતા પોલીસે ઈસમની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!