ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ સમિતિ દ્વારા મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સંગઠનના હોદ્દેદારોની નિયુકત કરવામાં આવી છે. મોરબી શહેર, મોરબી તાલુકા અને વાંકાનેર,હળવદ અને માળિયાના હોદેદારોની નિમણૂક કરવામાં આવી છે.
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ સમિતિ દ્વારા મોરબી જિલ્લા ઠાકોર સેનાના સંગઠનના નવ નિમણુક હોદેદારોની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં મોરબી તાલુકા પ્રમુખ તરીકે મનોજભાઈ મીરાણી, ઉપપ્રમુખ તરીકે વિજયભાઇ દેગામા, ઉપપ્રમુખ તરીકે કિશનભાઇ કારુ, મહામંત્રી તરીકે સુરેશભાઈ થરેચા, મહામંત્રી તરીકે પ્રતાપભાઈ લાલવાણી, મંત્રી તરીકે સંજયભાઈ સુરેલાં, મીડિયા ઈર્ચાજ તરીકે રમેશભાઈ માંડવીયાની તેમજ મોરબી શહેર પ્રમુખ તરીકે યોગેશભાઈ ઉઘરેજા, ઉપપ્રમુખ તરીકે કલ્પેશભાઈ ગડેશિયા, ઉપપ્રમુખ તરીકે અમિતભાઈ ભીમાણી, મહામંત્રી તરીકે મનીષભાઈ સાલાણી, મહામંત્રી તરીકે નવઘણભાઈ ધામેચા, મંત્રી તરીકે ભુપતભાઈ વરાણીયા, મીડિયા ઇર્ચાજ તરીકે મહેશભાઈ ઝંઝવાડીયાની નિયુકત કરાઈ છે. સાથે જ વાંકાનેર તાલુકા પ્રમુખ તરીકે હરેશભાઈ માણસુરિયા,હળવદ તાલુકા પ્રમુખ તરીકે રમેશભાઈ ઝીંઝુવાડિયા, હળવદ શહેર પ્રમુખ તરીકે અમરભાઇ સુરેલા અને માળીયા તાલુકા પ્રમુખ તરીકે સંજયભાઈ ઉડેચાની નિમણૂક કરવામાં આવી છે.