મોરબીના નાની વાવડી ગામે આવેલ શિવગંગા રેસીન્ડસી સોસાયટીના રસ્તા વચ્ચે જ અમુક વ્યક્તિઓએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાની સોસાયટીના રહીશોએ લેખિત રજુઆત કરી છે જેમાં જણાવાયુ છે કે લોકોને અહીંથી અવરજવર કરવામાં તકલીફ પડે છે જેથી શિવગંગા સોસાયટીના લોકોએ જીલ્લા કલેકટરને લેખિત રજુઆત કરીને તેમની સોસાયટીના માર્ગને ખુલ્લો કરવાની માંગ કરી છે.
મોરબીના નાની વાવડી ગામે આવેલ શિવગંગા રેસીન્ડસી સોસાયટીના રહીશોએ નાની વાવડીના સરપંચ તથા કલેકટર ને લેખિત રજુઆત કરી હતી કે શિવગંગા રેસિન્ડસી સોસાયટીમાં 70 જેટલા રહેણાંક મકાનો આવેલા છે અને 60 જેટલા પરિવારો ત્યાં રહે છે ત્યારે શિવગંગા રેસિન્ડસી સોસાયટીમાં અવરજવર માટેના દશામાંના મંદિરની બાજુમાં થઈ શનાળા તરફ જવાના માર્ગ પર અમુક સ્થાનિક લોકોએ ગેરકાયદે દબાણ કરી દબાવી દીધો છે જેથી સોસાયટીના લોકોને અવરજવર કરવામાં ભારે તકલીફ પડે છે. આ સોસાયટીના લોકોને અડચણરૂપ બને તેવું આ શખ્સોએ ગેરકાયદે દબાણ કરીને ખરાબ વર્તન કરતા હોવાની પણ લેખીત ફરિયાદ કરી હતી. ત્યારે શિવગંગા સોસાયટીના લોકોને ખૂબ જ હાલાકી પડે છે. જો કે આ બાબતે ભૂતકાળમાં રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. જેથી સોસાયટીના રહીશોએ કલેકટરને રજુઆત કરીને તેમની સોસાયટીના માર્ગ પર થયેલા ગેરકાયદે દબાણને હટાવવાની માંગ કરી છે.