મોરબીના ઈન્દીરાનગર વિસ્તારમાં આવેલ ભક્તિનગર સોસાયટીમાં પિતાએ કામ ધંધો ન કરતા પુત્રને ઠપકો આપતા જે બાબતનું લાગી આવતા પુત્રએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ ગુણવતભાઈ જીવરાજભાઈ પરમાર જાતે-અનુજાતી ઉવ.૨૨ રહે.મોરબી-૨, ઈન્દિરાનગર, ભકિતનગર સોસાયટી.મુળ રહે માળિયા મિયાણા દલીતવાસ તા માળિયા જી મોરબીવાળાને તેના પિતાae કામ ધધો ન કરતો હોય જે બાબતે ઠપકો આપતા મૃતક ગુણવંતને આ બાબતે લાગી આવતા પોતાની ઘરે પોતાની જાતે પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. આપઘાતના બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.