આમ તો મોરબી ઉદ્યોગ નગરી છે, પરંતુ આ ઉદ્યોગ નગરીમાં કહેવાતા લોકો જીએસટી ચોરી કરવામાં પણ માસ્ટર છે. છેલ્લા ઘણા સમયથી મોરબીમાં આઇટી વિભાગ તેમજ જીએસટી વિભાગના દરોડા દિન પ્રતિદિન વધતા જતા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરી એક વખત મોરબીમાં જીએસટી વિભાગે દરોડાની કામગીરી હાથ ધરી છે. જેમાં GST વિભાગ દ્વારા મોરબીની આજવીટો સિરામીક ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને શંકાસ્પદ વ્યવહારોની આશંકાએ તપાસ હાથ ધરી હતી. તેમજ હાલમાં GST ટીમ દ્વારા તપાસ ચાલુ છે. જેમાં મોટાપાયે કરચોરી બહાર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.