હળવદના દેવીપુર ગામે જમીનની દલાલીના રૂપિયા બાબતે રણમલપુર અને હળવદ રહેતા બે શખ્સો દ્વારા કારમાં આવી પ્રૌઢ ઉપર લોખંડના પાઇપ વડે માથામાં અને શરીરે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા પ્રૌઢ દ્વારા હળવદ પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર હળવદના દેવીપુર ગામે રહેતા મુકેશભાઇ ભગવાનભાઇ સિણોજીયા ઉવ.૫૫ એ આરોપી કરશનભાઇ હરજીભાઇ પટેલ રહે. રણમલપુર ગામ તા.હળવદ, પંકજભાઇ ચમનભાઈ ગોઠી રહે.હળવદ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે આરોપી કરશનભાઇ હરજીભાઇએ મુકેશભાઈને ફોન કરી દેવીપુર જવાના રસ્તે બોલાવી બંને આરોપીઓ પોતાના હવાલા વાળી સ્વફટ ગાડી રજી નં. GJ36AJ6217 વાળીમાં આવી મુકેશભાઈ પાસે જમીન દલાલીના પૈસાની માંગણી કરતા મુકેશભાઈએ પૈસા આપવાની ના પાડતા બંને આરોપીઓએ લોખંડના પાઇપથી મુકેશભાઈને પગમાં, વાસાના ભાગમાં તથા માથામાં ઇજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી પોતાના હવાલાવાળી ગાડી લઇને નાસી ગયા હતા. ઉપરોક્ત હુમલામાં મુકેશભાઈને ૧૦૮ મારફત પ્રથમ ચરાડવા બાદ મિરબી ખાનગી હોસ્પિ.માં સારવારમાં ખસેડતા માથામાં આઠ ટાકા તથા ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચતા મુકેશભાઈ દ્વારા ઉપરોક્ત બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓને પકડી પાડવા આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.