મોરબીની નવલખી ફાટક નજીક સર્વિસ રોડ ઉપર ટ્રકે ચાલીને જતા યુવકને સાઈડમાંથી હડફેટે લેતા ટ્રકના પાછળના ટાયરના જોટામાં આવી જતા યુવકના માથા ઉપર ટ્રક્નું તોતિંગ વ્હીલ ફરી વળતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
સમગ્ર અકસ્માતની મળતી માહિતી મુજબ માળીયા(મી)ના મોટા દહીંસરા રહેતો યુવક ગણપત ધીરુભાઈ મેપાભાઇ સાંથલીયા ઉવ.૨૯ મોરબીના રંગપર ગામે આવેલ કારખાનેથી નાઇટશિફ્ટની નોકરી પુરી કરી પરત પોતાના ગામ જતો હતો ત્યારે મોરબીની નવલખી ફાટકે સર્વિસ રોડ ઉપર પગપાળા ચાલીને જતો હોય ત્યારે પાછળથી આવતા ટ્રક રજી.નં જીજે-૦૩-બીડબ્લ્યુ-૭૫૪૫ ના ચાલકે ગણપત ધીરુભાઈ સાંથલીયાને સાઈડમાંથી હડફેટે લેતા તે ટ્રકના પાછળના જોટામાં આવી ગયો હતો અને ટ્રકનું તોતિંગ વ્હીલ તેના માથા ઉપર ફરી વળતા યુવકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતના બનાવ મામલે મરણ જનાર યુવકના પિતા ધીરૂભાઇ મેપાભાઇ સાંથલીયા ઉવ.૬૦ રહે.ગામ-મોટા દહીંસરા તા.માળીયા(મીં)એ ટ્રકના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ટ્રકના ચાલક સામે ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.