ગોંડલના ૧૭મા મહારાજા તરીકે તા.૨૨-૧-૨૦૨૪ના રોજ આરૂઢ થયા બાદ મહારાજા હિમાન્સુકુમારસિંહજી સૌ પ્રથમ મોરબી રાજવી પરીવારના આમંત્રણને માન આપી મહારાજા હિમાન્સુકુમારસિંહજી ૨૪-૧-૨૦૨૪ ના રોજ મોરબી રાજવીના મહેમાન બન્યા હતા.
ગોંડલના મહારાજા હિમાન્સુકુમારસિંહજી ૨૨/૦૧/૨૦૨૪ના રોજ મહારાજા તરીકે આરૂઢ થયા બાદ મોરબીના મહારાજનું માન રાખી સૌ પ્રથમ મોરબી મહારાજના મહેમાન બન્યા હતા. ઠાકોર શ્રી વાધજી બાપુના સ્ટેચ્યુએ પુજા અર્ચના કરી ન્યુ પેલેસમાં શ્રી મોમાઈ માતાજી તથા શ્રી શ્રી આનંદમયી માતાજી ની પુજા અર્ચના કરી હતી. ગોંડલ રાજવી સાથે દેશ-વિદેશના મહેમાનો પણ પધારેલ હતા. મોરબી રાજવી પરીવાર તથા ગોંડલ રાજવી પરીવાર શ્રી શ્રી આનંદમયી માતાજી પ્રત્યે અનન્ય શ્રધ્ધા ધરાવે છે.