મોરબી ના વીરપરડા ગામ નજીક આવેલ ઓમ બંન્ના નામની હોટેલમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા દરોડો પાડીને ટેન્કર માંથી પેટ્રોલ ડીઝલ ની ચોરી કરવાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતું જેમાં SMC ટીમ દ્વારા એક પોલીસ કર્મી સહિત નવ આરોપીઓને ઝડપી પાડી ટેન્કર રોકડ બે કાર સહિત ૪૭ લાખ કરતા વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જે બાદ SMC દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં નામદાર કોર્ટ દ્વારા ઝડપાયેલા આરોપીઓ પૈકી ત્રણ આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા આરોપી પોલીસકર્મી ભરત મિયાત્રા,શક્તિસિંહ જાડેજા અને રાજેશ ખૂંગલાના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા જ્યારેઝડપાયેલા નવ આરોપીઓ પૈકી છ આરોપીઓને જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો આ કેસમાં હજુ પણ ત્રણ આરોપીઓ ભાવેશ ઉર્ફે મુન્નો ધ્રાંગા,બિપીનભાઈ અને શ્રવણસિંહ રાજપૂત ફરાર હોય તેની SMC દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.