મોરબીની કબીર ટેકરી શેરી નં.૧ માં જાહેરમાં નસીબ આધારિત રૂપિયાની હારજીતનો વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા સલીમભાઇ મુબારકભાઈ ચાનીયા ઉવ.૪૯ રહે. કબીર ટેકરી શેરી નં.૧ ની અટક કરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી જુગાર રમવાના વર્લી મટકાના આકડાનું સાહિત્ય સહીત રોકડા રૂ.૭૫૦/- કબ્જે લીધું હતું. આ સાથે પકડાયેલ આરોપીની પ્રાથમિક પૂછતાછમાં અન્ય આરોપી દિપકભાઈ રહે.વાવડી રોડ પાસે વર્લી ફિચર્સના આંકડાઓ લખી તેનું કપાત કરાવતો હતો. જેથી મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.