થોડા દિવસ પહેલા જ તળાજા ખાતે એક જાહેર સામાજિક પ્રસંગ માં ગીગા ભમ્મર નામના વ્યક્તિએ ચારણ સમાજના પૂજય શ્રી સોનબાઇ માં અને ચારણ સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન કર્યા હતા.
આ નિવેદન ને લઈને સમગ્ર ચારણ સમાજમાં રોષ ની લાગણી જોવા મળી રહી હતી અને ઠેર ઠેર આવેદન આપી અથવા રેલીઓ કાઢીને ગીગા ભમ્મર વિરૂદ્ધ કાર્યવાહી કરવા માંગ થઈ રહી હતી ત્યારે મોરબીમાં પણ ચારણ સમાજ ની રાષ્ટ્રીય દેવીપુત્ર સેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને ગીગા ભમ્મર વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી સાથે જ જો કાર્યવાહી નહિ થાય તો ચારણ સમાજ ગીગા ભમ્મર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવશે તેમ પણ જણાવ્યું હતું.