Wednesday, November 20, 2024
HomeGujaratરાજ્ય મંત્રીએ અમદાવાદ ડી. આર.એમ ને પત્ર લખી ભુજ અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન...

રાજ્ય મંત્રીએ અમદાવાદ ડી. આર.એમ ને પત્ર લખી ભુજ અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત કરી

ભારત સરકારના મહિલા, બાળ વિકાસ અને આયુષ વિભાગના રાજ્ય મંત્રી ડૉ મહેન્દ્ર મુંજપરાએ અમદાવાદ ડી. આર.એમ ને પત્ર લખી ભુજ અમદાવાદ ટ્રેન ફરીથી શરૂ કરવાની રજૂઆત કરી છે.

- Advertisement -
- Advertisement -

એકાદ વર્ષ પહેલાં ભુજ થી અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન ( ૦૯૪૫૫/૫૬) શરૂ કરવામાં આવી હતી. જે ટ્રેનને અચાનક બંધ કરી દેવામાં આવી છે. જે ટ્રેન મોટા ભાગના સ્ટેશન પર સ્ટોપ કરતી હતી. જેથી કચ્છ અમદાવાદ વચ્ચે આવતા જતા મુસાફરોને સરળતા રહેતી હતી. પરંતુ આ ટ્રેન ૧૯/૦૨/૨૦૨૪ થી બંધ કરવામાં આવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી વહેલી તકે ટ્રેન શરૂ કરવા ભારત સરકારના મહિલા, બાળ વિકાસ અને આયુષ વિભાગમાં રાજ્ય મંત્રી ડૉ મહેન્દ્ર મુંજપરાએ અમદાવાદ ડી.આર.એમ ને પત્ર લખી ભુજ અમદાવાદ ઇન્ટરસિટી ફરી શરૂ કરવા રજૂઆત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!