ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા સાંસ્કૃતિક સેલના સંયોજક, સહ સંયોજક અને સભ્યોની નિમણુક કરવામાં આવી છે. મોરબી જિલ્લા સંગઠન અઘ્યક્ષ અને જિલ્લા મહામંત્રી સાથે પરામર્શ કરી સાંસ્કૃતિક સેલની નિમણુક કરાઈ છે.
ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા સાંસ્કૃતિક સેલની નિમણુક કરવામાં આવી છે. મોરબી જિલ્લા સંગઠન અઘ્યક્ષ રણછોડભાઈ દલવાડી, જિલ્લા મહામંત્રી કે.એસ.અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા સાથે પરામર્શ કરી સાંસ્કૃતિક સેલના સંયોજક તરીકે જયંતભાઈ રાજુભાઈ દવે, સહ સંયોજક તરીકે સુરેશભાઈ પ્રાગજીભાઈ પડસુંબિયા અને સભ્ય તરીકે નયનભાઈ દેત્રોજા, ભાવેશભાઈ વરસડા, અશોકભાઈ અગ્રવત, અશ્વિનભાઈ બરાસરા, પ્રેમજીભાઈ દફતરી, ધનેશ્વરભાઈ વ્યાસ, મુકેશભાઈ વ્યાસ અને ગૌતમ ભાઈ ઓરિયાની નિમણુક કરવામાં આવી છે.