Monday, November 18, 2024
HomeGujaratહળવદના રણમલપુર ગામે ટ્રેક્ટરના હાઇડ્રોલિકમાં પેટનો ભાગ આવી જતા ખેડૂતનું મૃત્યુ

હળવદના રણમલપુર ગામે ટ્રેક્ટરના હાઇડ્રોલિકમાં પેટનો ભાગ આવી જતા ખેડૂતનું મૃત્યુ

મળતી માહિતી અનુસાર હળવદના રણમલપુર ગામના રહેવાસી ૪૫ વર્ષીય સુરેશભાઇ તળશીભાઇ વરમોરા રણમલપુર ગામની ખારીવાડી સીમમા પોતાની વાડીમા ટ્રેક્ટર વડે ખેતી કામ કરતા હોય ત્યાં ટ્રેક્ટરનુ હાઇડ્રોલીક ખરાબ થઇ જતા ટ્રેક્ટર ઉભુ રાખી રીપેરીંગ કરતા હતા, તે વખતે અકસ્માતે હાઇડ્રોલીકમા આવી જતા પેટનો ભાગ દબાણમા આવી ગયો હતો. જેથી સુરેશભાઈને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હળવદ સરકારી દવાખાના ખાતે તેમના ભાઈ રમેશભાઇ તળશીભાઇ વરમોરા લાવતા ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કાર્ય હતા. ત્યારે બનાવ બાબતે હળવદ પોલીસે મૃત્યુ અંગે અ.મોત રજી. કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!