હળવદના સોનીવાડમાં રહેણાંક મકાનમાં રહેતો પરિવાર લગ્ન પ્રસંગે બહારગામ ગયા હોય ત્યારે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનની પાછળની ગેલેરીનો દરવાજો ખોલી ઘરમાં રહેલ કબાટનું તાળુ તોડી રોકડ રકમ રૂ.૬,૫૦૦/-ની અજાણ્યા તસ્કર દ્વારા ચોરી કરી નાસી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર હળવદના સોનીવાડ વાઘેશ્વર મંદિર પાછળ રહેતા અને રાજેશ સમોસા નામની દુકાન ધરાવતા ભાવિનભાઈ કિશોરભાઈ શેઠ ઉવ.૩૬ એ હળવદ પોલીસ મથકમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે તા.૩માર્ચના સાડા અગિયારથી ગઈ તા.૦૪ માર્ચ ૨૦૨૪ ના રાત્રીના આઠેક વાગ્યાના સમયગાળા દરમિયાન કોઇ અજાણ્યા ચોર ઈસમોએ ભાવિનભાઈના ઘરની પાછળ આવેલ ગેલેરીનો દરવાજો ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હોય અને ઘરના રૂમમાં રહેલ કબાટનું અને તિજોરીનું તાળું તોડી કબાટમાં રહેલ રોકડ રૂા.૬,૫૦૦/-ની ચોરી કરી લઇ નાસી ગયા હતા. જે મુજબની ફરિયાદના આધારે હળવદ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી અજાણ્યા તસ્કરોની શોધખોળ શરુ કરી છે.