મોરબીની પોસ્ટ ઓફિસની બાજુમાં નાની બજાર મેઈન રોડ પર છેલ્લા બે મહિનાથી ભુગર્ભ ગટના પાણી ઉભરાઈ રહ્યા છે. જેને લઈને આસપાસના રહીશો ત્રાસી ગયા છે.
નાની બજાર મેઈન રોડ પર છેલ્લા બે મહિનાથી ઉભરાઈ રહેલા ગટરના પાણી બાબતે નગરપાલિકામાં 15 ફેબ્રુઆરી અને 29 ફેબ્રુઆરીના રોજ રહીશો દ્વારા અરજી પણ આપવામાં આવી છે. આમ છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી. રહીશોના જણાવ્યા પ્રમાણે આજ દિન સુધી સફાઈ કરવા માટે કોઈ આવ્યું નથી જેના કારણે સ્થાનિક રહીશો આ સમસ્યા ભોગવી રહ્યા છે