મોરબીમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુનો વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં બંધુનગર નજીક આવેલ તુલસી પેટ્રોલ પંપની સામે પુરપાટ ગતિએ ચાલતા માતેલા સાંઢ જેવા ડમ્પરે બાઇકને હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો ત્યારે બાઈક ચાલક યુવાનનુ આ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હતુ.જયારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું વાહન રેઢું મૂકીને નાસી ગયો હતો.
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના બંધુનગર પાસે ડમ્પર રજી.જીજે-૧૩-એડબલ્યુ-૭૨૯૫ વાળુ ફુલ સ્પીડમા માણસોની જીંદગી જોખમાય તે રીતે બેફકરાઇ રીતે ચલાવી નીકળી બિકાસ જગદીશ બરમન ઉવ-૩૮ વાળાને તેના હોન્ડા ટ્વીસ્ટર મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબરઃ-જીજે-૦૯-સીએફ-૮૭૯૧ સહીત હડફેટમાં લેતા ડમ્પરનો જોટો તેના પરથી ફરી વળતા તેમજ મોટર સાયકલ ડમ્પર નીચે ફસાઇ જતા રોડ ઉપર ઢસડી વાહન અકસ્માત કરી બીકાસને શરીરે છાતીમાં, હાથમાં, પગના સાથળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જયારે અકસ્માત સર્જી ડમ્પર ચાલક પોતાનું ડમ્પર રેઢુ મુકી નાશી ગયો હોય ત્યારે બનાવ અંગે મૃતકના કુટુંબિક કાકા મૂળ પશ્ચિમ બંગાળ હાલ ઘુંટુ રોડ એવલોન સિરામિકની લેબર કલોનીમાં રહેતા ગોવિંદ ખોકારામ બરમન પુસનાથ બરમન દ્વારા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે.