મળતી માહિતી અનુસાર મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટની પાછળ રહેતા મેહુલભાઇ ઈશ્વરલાલ મારૂ ઉવ.૩૯ને એકાદ વર્ષથી મોઢાના ભાગે કેન્સરની બીમારી તબીબી નિદાનમાં સામે આવી હોય ત્યારે કેન્સર માટેનું હાલ ઓપરેશન કરાવેલ તથા તેની સારવાર હાલ ચાલુ હોય તે દરમ્યાન ગઇકાલ તા-૧૩/૦૩ના રોજ સાંજના સાડા આઠેક વાગ્યાના અરસામા મૃતક મેહુલભાઈની તબીયત ખરાબ થતા તેને મોરબી સરકારી હોસ્પીટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં તેમની ટૂંકી સારવારમાં ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કરતા મોરબી એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.