મળતી માહિતી મુજબ મૂળ જામનગર જીલ્લાના નાગપુર ગામના વતની હાલ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ પ્રભાતનગરમાં રહેતા મિલનભાઇ રમેશભાઇ નિમાવત ઉવ-૨૬ એ ઘરની સામાન્ય બાબતમા બોલાચાલી થતા જે બાબતનું મનમા લાગી આવતા ગઈકાલ તા.૧૫/૦૩ ના રોજ બપોરના ૧૨.૨૦ વાગ્યા પહેલા કોઇપણ સમયે પોતાની જાતે ગળાફાસો ખાઇ લેતા મરણ જતા તેમના મોટાભાઈ પરેશભાઈ નિમાવત દ્વારા હોસ્પિટલ લાવતા મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી મોરબી સ.હો.ખાતે પોસ્ટમોર્ટમ કરી લાશને અંતિમવિધી માટે પરિવારને સોપવામા આવેલ છે.